રાખીને છૂપાવી મનમાં રહસ્યો,
કામ એવા કેમ કરવાં પડે છે?
હોય જો તમે હંમેશા રાજી,
રહસ્યો થોડી ઉત્પન્ન થાય છે?
કરેલ સારાં કાર્યો સફળ થાય જો,
દુઃખોનું મૂળ ક્યાં આવે જ છે?
રહસ્યો રહે છે એક રહસ્યની જેમ,
એવાં તે કેવાં આ રહસ્યો હોય છે?
બહાર આવી જાય તો ચરિત્ર બદલી નાખે,
સુધરેલ વ્યક્તિનું વ્યકિતત્વ કેમ બગડે છે?
શીતળતા જેની પ્રકૃતિમાં સમાયેલ હોય,
રહસ્યોની ત્યાં વાત જ ક્યાં હોય છે?
જીવન તમે સદાય ખુલ્લાં હૃદયથી જીવો,
રહસ્યો કદી ઉત્પન્ન થોડી થવાનાં છે?