Chiki1601

એપ્રિલ ફૂલ

મને એપ્રિલ ફૂલ ઉજવવાની મજા આવી,
કોઈના ચહેરા પર હાસ્ય લાવવાની મજા આવી,


એકલી ઊભી હતી આજુ બાજુ જોતી હતી,
નિરાશામાં ખોવાયેલ વ્યક્તિ મને મળતી હતી,
વાતો પરથી લાગ્યું મને દુનિયા એની અલગ હતી,
મારી વાતોનાં વડાંથી એ વ્યક્તિ ખુશ થતી હતી,
એનાં દુઃખો ભૂલાવવાની મને ખૂબ મજા આવી,
                                  મને એપ્રિલ ફૂલ........

દુઃખો સાથે રહીને પણ સુખથી સમય વિતાવ્યો,
સુખો સાથે ઉત્સાહ જાણે વારંવાર ઉજવ્યો,
નિરાશામાં આજે એક આશાનો સુરજ મળ્યો,
સરવાણીને જાણે નદીરૂપી સમુદ્ર પાર કરાવ્યો,
આમ તહેવાર મારો હર્ષોલ્લાસ ભર્યો બન્યો,
મારો દિવસ મને આજનો તાજગી ભર્યો લાગ્યો!

મને એપ્રિલ ફૂલ ઉજવવાની મજા આવી,
કોઈના ચહેરા પર હાસ્ય લાવવાની મજા આવી!