મનમાં રહેલ લાગણીઓનો એકરાર કરું છું,
હું તમારી પાસે મારા પ્રેમનો પ્રસ્તાવ મૂકુ છું,
સાથ તમે જે આપ્યો એમાંથી હું પણ થોડું શીખી,
સાથ આપશો જીવનભર તો યાદો બનશે મીઠી,
નથી ઈચ્છા કે લાલચ મને હોય સોનું કે ચાંદી,
સાચવી લેજો ઘર તમે ક્યારેક પડું હું જો માંદી,
પરીવાર સાથે રહેવાની મારી સદૈવ ઈચ્છા હોય,
એક દિકરી ભલે આવે સાસરે મનમાં પિયર હોય,
શું થશે તમારાં મનમાં મારી લાગણીઓની સ્વીકૃતિ?
નાદાન હતી પણ બદલાયેલી છે હવે મારી પ્રકૃતિ!
- Author: Chiki (Pseudonym) ( Offline)
- Published: February 11th, 2023 00:29
- Category: Love
- Views: 4
To be able to comment and rate this poem, you must be registered. Register here or if you are already registered, login here.