પ્રેમ દીવાની

Chiki1601

કલ્પનામાં જાણે ખોવાયેલી હું,
પોતાની સાથે એકલી વાતો કરું હું,

મારી આસપાસ બધું બદલાયું જાણે,
મને લાગે કે પ્રેમની લાગણી મારી જાગે,

એની સાથે સમય જાણે જલ્દી ભાગે,
મારી વાતો રહી જતી અધુરી લાગે,

મારાં મનનો માણીગર મળી ગયો જાણે,
હું તેના પ્રેમમાં દીવાની બની ગઈ જાણે,

સાથ તેનો મને ખૂબ ગમવા લાગે આજે,
જીવનમાં શાંતિભરી મળી જાણે સાંજે!

  • Author: Chiki (Pseudonym) (Offline Offline)
  • Published: January 8th, 2024 23:36
  • Category: Love
  • Views: 3
Comments +

Comments1

  • Norman Flagtea

    Dear poet, we'd appreciate a translation. Thank you...



To be able to comment and rate this poem, you must be registered. Register here or if you are already registered, login here.